મારી ચૂંટેલી લઘુકથાઓ - 21

  • 2.3k
  • 3
  • 930

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા નજીક... ખૂબ નજીક ગામથી બે કિલોમીટર દુર આવેલા બસ સ્ટેન્ડ પર જ્યારે બસે વિજયાને ઉતારી ત્યારે શિયાળાની સાંજનું ધુમ્મસ ઉતરી રહ્યું હતું. ગામથી એનો ભાઈ એને ચોક્કસ લેવા આવ્યો હશે, એ આશાએ તેણે આજુબાજુ જોયું પરંતુ દૂર દૂર સુધી કોઈનો પડછાયો પણ દેખાતો ન હતો. તેણે પર્સમાંથી મોબાઈલ કાઢ્યો તો તેનો સ્ક્રિન પણ કાળો પડી ગયો હતો. અહીં આવવા માટે નીકળતા પહેલા કદાચ તે ચાર્જ કરવાનું ભૂલી ગઈ હતી. પાંચ-સાત મિનીટ રાહ જોયા પછી તેણે બેગને પોતાના ખભે લટકાવી અને ગામ તરફ લઇ જતી કેડી પર પોતાના પગ ચલાવવાના શરુ કરી જ