ચેઈનવાળી થેલી

(18)
  • 4.1k
  • 2
  • 852

સમય : સવારના ૧૧ વાગ્યાસ્થળ : શેઠ આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, વીરપુર સરલા મેડમ આજે રીટાયર થવાના છે. સરલા મેડમ, એક પ્રભાવશાળી સ્ત્રી જે છેલ્લા દસ વર્ષથી આ કોલેજના પ્રિન્સીપાલના પદને શોભાવતા હતા. પેહલા એ આ કોલેજમાં લેકચરર હતા ને એ પેહલા એક હાઇસ્કુલમાં ટીચર હતા. એમની નોકરીના ચાલીસ વર્ષોમાં એમને ક્યારેય કોઈને ફરિયાદનો મોકો નહોતો આપ્યો. આટલા વર્ષોમાં એ પૈસાની સાથે સાથે માન સન્માન પણ બહુ કમાયા હતા. વિદ્યાર્થીઓ ની સાથે સાથે સ્ટાફ મેમ્બર્સના પણ એટલા જ માનીતા હતા. આજે બધા એમના વિદાય સમારંભની તૈયારીઓ