મારી ચૂંટેલી લઘુકથાઓ - 24

  • 2.2k
  • 845

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ઓલ આઉટ આઠ વાગવા આવી રહ્યા છે. બંધ ફ્લેટોના દરવાજા હવે બહારથી ખુલીને અંદરથી ફરીથી બંધ થઇ ગયા છે. રાકેશ અને અનિતા બંને પોતપોતાની ઓફિસોથી પરત આવી ગયા છે. રાકેશ ટીવી ચાલુ કરીને સોફા પર અડધો સુતો છે. અનિતા પોતાના બંને હાથ વચ્ચે પોતાનું કપાળ પકડીને પલંગ પર બેસી ગઈ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ મેચ એકદમ રોમાચંક બની ગઈ છે. “ડાર્લિંગ, એક કપ ગરમ ચા થઇ જાય?” ધોનીએ હેલિકોપ્ટર શોટ મારીને બોલને છક્કા માટે મોકલી દીધો છે. “ચા તો મને પણ જોઈતી હતી ડીયર.” બોલ હવે માત્ર એક રન માટે