અર્ધ અસત્ય. - 52

(238)
  • 6.7k
  • 12
  • 5k

અર્ધ અસત્ય. પ્રકરણ-૫૨ પ્રવીણ પીઠડીયા “સાહેબ, તમે જલ્દી ટી.વી. ચાલું કરો.” એસીપી કમલ દિક્ષિત પોતાની ચેમ્બરમાં બેઠો હતો ત્યાં તેનો મોબાઈલ રણક્યો અને ફોનમાં ભયંકર રીતે ગભરાયેલો એક અવાજ સંભળાયો. એ તેના કોઇ હિતેચ્છુંનો ફોન હતો. દિક્ષિતને નવાઈ લાગી. તેણે ચેમ્બરની દિવાલે લટકતું ટી.વી. ’ઓન’ કર્યું અને ન્યૂઝ ગુજરાત ચેનલ ટ્યૂન કરી. તેમાં રાતના આંઠ વાગ્યાંના પ્રાઇમ ટાઇમના સમાચાર આવતાં હતા અને તેમાં તેનું નામ બહું જોર-શોરથી ગાજતું હતું. “માયગોડ, આ શું છે બધું, કોણ મારાં નામનાં છાજીયા લઇ રહ્યું છે?” ખુરશીમાંથી જાણે ચારસો ચાલીસ વોલ્ટનો કરંટ પસાર થયો હોય એમ તે ઝટકાભેર ઉભો થઇ ગયો હતો અને આંખો ફાડીને