મારી ચૂંટેલી લઘુકથાઓ - 27

  • 2.1k
  • 850

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ભ્રમ-ભંગ જુનની ભયંકર ગરમીવાળી બપોરમાં એરકન્ડીશન્ડ રૂમમાંથી બહાર નીકળ્યો તો વિશાલને એમ લાગ્યું કે તે સ્વર્ગમાંથી નરકમાં આવી ગયો છે. ફરીથી આકાશમાં વચ્ચે સૂરજ તપી રહ્યો છે, ફરીથી એ જ ડામરની સળગતી સડક છે અને ફરીથી મનમાં એ જ ફિટકાર વરસી રહ્યો છે, “છેલ્લા ત્રણ મહિનાઓની જેમ આ ત્રણ મહિનાઓમાં પણ તું પોતાનો ટાર્ગેટ પૂરો કરવામાં નિષ્ફળ રહ્યો છે. જો આવું જ રહ્યું તો કંપની વધુ સમય તારો ભાર ઉપાડી નહીં શકે.” ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... એનામાં એટલી હિંમત પણ બચી ન હતી કે તે મોબાઈલને કાન પર મૂકીને હેલ્લો