ડેવિલ રિટર્ન-2.0 - 8

(278)
  • 4.7k
  • 14
  • 2.6k

ડેવિલ રિટર્ન 2.0 ભાગ-8 વેમ્પાયર પરિવારનાં સૌથી નાના ભાઈ એવાં બ્રાન્ડનની હત્યા કરવામાં અર્જુન સફળ થાય છે.. પણ હવે પોલીસકર્મીઓ સમક્ષ બીજો એક મોટો પ્રશ્ન હોય છે કે કઈ રીતે બ્રાન્ડનનો સંપૂર્ણ ખાત્મો કરવો જેથી ટ્રીસાની માફક એનાં ભાઈ-બહેન એને બચાવી ના શકે. "અશોક, તું અહીં જ બગીચાની પાછળ એક મોટો ખાડો કરવાની વ્યવસ્થા કરાવી દે.. "અશોકને આદેશ આપતાં અર્જુને કહ્યું. "જી સર.. "અર્જુનનો આદેશ માથે ચડાવી અશોક ફટાફટ ત્રણ-ચાર કોન્સ્ટેબલ અને ખાડો ખોદવા જરૂરી હથિયારો લઈને બગીચાની પાછળ નાં કાચા રસ્તે જઈ પહોંચ્યો. અશોકનાં જતાં જ અર્જુને નાયકને કોલ કરી પોતે એક વેમ્પાયર ને મારવામાં સફળ રહ્યો હોવાની માહિતી