૧૦૮ - હિંદુ ધર્મનો સૌથી પવિત્ર અને રહસ્યમય અંક!

(15)
  • 4.6k
  • 1.8k

૧૦૮ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર અને રહસ્યમય અંક! સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર દરેક વ્યક્તિ માટે ૧૦૮નો આંકડો (સંખ્યા) હંમેશાથી વિશેષ મહત્વપૂર્ણ રહ્યો છે. યોગગુરૂ, સાધુ, મહાત્મા, ઋષિમુનિઓની મહાનતા દર્શાવવા માટે પુરાણકાળથી તેમનાં નામની આગળ ‘શ્રી શ્રી ૧૦૮’નું સંબોધન જોડવાનો રિવાજ ચાલ્યો આવે છે. ઇશ્વરનું ધ્યાન ધરવા માટે તેમજ મંત્રોચ્ચારની ગણતરી રાખવા માટે ઉપયોગમાં લેવાતી મણકાની માળામાં ૧૦૮ મોતી હોય છે. તમે જુઓ, મોટાભાગનાં ભારતીયો પોતાનાં મોબાઇલ નંબરોમાં તેમજ વાહનોની નંબર પ્લેટમાં પણ ૧૦૮ને સમાવિષ્ટ કરે છે. લોકોની આ શ્રદ્ધાને મોબાઇલ કંપનીઓએ ધમધીકતો ધંધો બનાવી વેચવાનું શરૂ કરી દીધું છે. તમામ ધર્મોમાં શુભ મનાતાં અલગ-અલગ આંકડાઓની કિંમત ઉંચી રાખીને બજારોમાં તેને