સુખનો પાસવર્ડ - 2

(109)
  • 7.7k
  • 12
  • 5.8k

સુખનો પાસવર્ડ આશુ પટેલ 1790 આજુબાજુના સમયનો એક કિસ્સો વાચકો સાથે શૅર કરવો છે. લંડનનો એક યુવાન ઉદાસ રહેતો હતો અને તેને કશું જ ગમતું નહોતું એટલે તેના એક મિત્રએ તેને એક જાણીતા ડોક્ટર પાસે જવાની સલાહ આપી. તેણે કહ્યું કે ‘એ મનોચિકિત્સક બધા લોકોને સાજા કરી દે છે. તેને મળીશ તો એ તારામાં તરવરાટ લાવી દેશે, તારામાં નવા ઉત્સાહનો સંચાર થશે.’ મિત્ર સલાહ માનીને તે યુવાન મિત્રએ સૂચવેલા મનોચિકિત્સક પાસે ગયો. તેણે ડોક્ટરને કહ્યું કે ‘મને કશું ગમતું નથી ક્યાંય ચેન નથી પડતું, ઊંઘ નથી આવતી અને સતત બેચેનીનો અનુભવ થાય છે.’ તે ડૉક્ટરે તેની તકલીફ ધ્યાનથી સાંભળી અને