રિવર્સ સફર - વ્હાઇટ થી બ્લેક તરફ

  • 3.4k
  • 2
  • 770

ગઈઢા ગાડા વાળે ભઇલા ગઈઢા ગાડા વાળે ! માથા-દાઢીના ચાંદી જેવા સફેદ વાળ એક અજબ આકર્ષણ ઉભુ કરતા ! આ ગઇઢા સમાજનો માન મોભો ગણાતા . એક અવાજ કરેને એટલે જુવાનિયાઓ આઘા-પાછા થઇ જતા , રોતા-ગાંગરતા છોકરાઓ છાના રહી જતા, છોકરીઓ-વહુઓ નીચી મુંડી કરીને કામે વળગી જતી ! એટલુજ નહિ પરંતુ ગઈઢા પાસેની લાકડી ને જોઇને જ જાણે તેમને માન આપતા હોય તે રીતે શેરી ના કુતરા –ઢાંઢા પણ ડાયા-ડમરા બની શાંત પડી જતાં ! આવી ધાક આ લોકોએ એક સમયે બોલાવેલી ! આનું કારણ આ લોકો નિઃસ્વાર્થપણે કુટુંબ-સમાજ ની જવાબદારી માથે લેતા જરા પણ અચકાતા નહિ. તે મુખ્ય હતું