દિલ કહે છે - 16

(23)
  • 4.8k
  • 2
  • 1.3k

"ઈશા, એકવાર તો મને માફ કરી શકે ને.....!! એકવાર તો ભગવાન પણ વિચારે છે તો પછી તું કેમ નહી...!!!!" તે મારી સામે કેટલી આજીજી કરતો રહયો ને હું પથ્થર દિલ બની તેને બસ જોતી રહી. દિલ તેના વિશે વિચારતું જરુર હતું. પણ, હવે બીજીવાર વિશ્વાસ કરતા ડરતું હતું. "પ્લીઝ......ઈશા..... એકવાર...... " " વિશાલ, હવે હદ થઈ પ્લીઝ......!!!! તું જો ખરેખર આજના દિવસે મને ખુશ જોવા માગતો હોય તો અહીંથી ચાલ્યો જા. ના હું તને માફ કરી શકું, ના તને આવી હાલતમાં જોઈ શકું " હું તેને ખાલી એટલું જ કહી શકી. હું મારા મનને મનાવી રહી હતી. સમજાવી રહી હતી પણ દિલ