મારી ચૂંટેલી લઘુકથાઓ - 36

(13)
  • 2.9k
  • 1
  • 948

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા પત્નીનું સ્મિત જાન્યુઆરીની સવારનો સૂરજ આળસુ થઇ ગયો હોય એવું લાગી રહ્યું છે. ચાદર છોડીને બહાર નીકળવાનું મારું બિલકુલ મન નથી થઇ રહ્યું. ઉમરની સાથે સાથે શરીરમાં પણ આળસ વધી ગયું છે. સિત્તેર વર્ષની ઉમરમાં પાર્કમાં જઈને સવારની લટાર મારવાનો વિચાર આવવાની સાથેજ શરીરમાંથી એક લખલખું પસાર થઇ જાય છે. “ચાલો, ચા પી લ્યો. સવારના નવ વાગ્યા છે અને તમે હજીપણ રજાઈ સાથે ચોંટેલા છો?” પત્નીના હાથમાં ચા નો પ્યાલો છે અને તે તેના મીઠા અવાજથી મને જગાડી રહી છે. “તને ખબર તો છે જ કે હું સવારની ચા ક્યારેય એકલો નથી