સુખી થા બેટા

(14)
  • 2.8k
  • 623

રાતના 8.00 વાગ્યા હતા. શિયાળાની કાતીલ ઠંડીએ અમદાવાદના રોડ પર પોતાનો કબ્જો કર્યો હતો. પણ મેં ટાઇટ લેધર જેકેટ, નીચે જીન્સ, પગમાં ગરમ મોજા અને શુઝ, હેન્ડ ગ્લોવ્ઝ અને માથા પર મસ્ત મજાનો હેલ્મેટ ધારણ કરીને ઘર તરફ જવા બાઇક પર રવાના થયો. ફૂંકાતો ટાઢોબોર પવન મને ધ્રૂજાવવા માટે જગ્યા ગોતી રહ્યો હતો. પણ એમ કાંઇ થોડા આપણે ઘૂસવા દઈએ!! એ જ દિવસે સવારે અમદાવાદમાં નવું ઘર લેવા માટે પરિવારજનો સાથે વાતો ચાલી રહી હતી. ઘણાં દિવસોથી એક પ્રાઇમ લોકેશન પર ઘર જોઇ રાખેલું. પણ સાલું કંઇ મેળ જ ન્હોતો પળતો. આખો દિવસ ઘણાં પ