અર્ધ અસત્ય. - 62

(254)
  • 6.5k
  • 13
  • 4.9k

અર્ધ અસત્ય. પ્રકરણ-૬૨ પ્રવીણ પીઠડીયા “જબાન સંભાળ છોકરાં, નહિંતર ધડ ઉપર તારું માથું નહી રહે.” વિષ્ણુંબાપુથી પોતાનું અપમાન સહન થયું નહી અને ભયંકર ક્રોધથી તેઓ ધગી ઉઠયાં. તેમના શરીરમાં કંપન ઉદભવ્યું અને આંખોમાં લાલાશ તરી આવી. આ સમયે ખરેખર જો તેમના હાથમાં કોઇ હથીયાર હોત તો તેનો સીધો જ પ્રહાર તેમણે અભય ઉપર કરી દીધો હોત એટલો કાળઝાળ ક્રોધ તેમના દિમાગ ઉપર હાવી થઇ ચૂકયો હતો. “એ તો સમય જ બતાવશે કે કોનાં ઘડ ઉપર માથું રહે છે અને કોનું માથું વધેરાય છે. પણ આજે અનંત ક્યાં છે એ જણાવ્યાં વગર તમારો છૂટકો નથી. ક્યાં સંતાડયો છે તમે તેને?” અભય