મારી ચૂંટેલી લઘુકથાઓ - 37

  • 1.8k
  • 783

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મોહ માયા આ શહેરની એક ફાઈવસ્ટાર હોસ્પિટલ છે. પંચ્યાશી વર્ષના શેઠ દીનદયાળ છેલ્લા નેવું દિવસથી આ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં પોતાના જીવનના અંતિમ શ્વાસ ગણી રહ્યા છે. ડોક્ટરોએ ઘણી વખત તેમને મૃત જાહેર કરવાનો નિર્ણય લઇ લીધો હતો પરંતુ ત્યારેજ એમના શરીરમાં કોઈ હલચલ થાય છે અને તેઓ પોતાના હોઠ હલાવવા માંડે છે. ગઈકાલે સાંજે જ્યારે શેઠજીને છઠ્ઠી વખત આઈસીયુમાંથી વેન્ટીલેટર પર લઇ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોની આખી પેનલે એક મતે કહ્યું કે તેઓ આવતીકાલની સવાર નહીં જોઈ શકે. આથી આજે સવારથીજ હોસ્પિટલની લોબી શેઠજીના સગાં સંબંધીઓ તેમજ નજીકના મિત્રોની ભીડથી ભરાઈ ચૂકી