શિકાર : પ્રકરણ 15

(210)
  • 5.1k
  • 8
  • 2.8k

ધ સીટી પોઇન્ટ વડોદરાની ફાઈવ સ્ટાર હોટેલોમાંથી એક હતી. ઘણા રહીશો અહીં આવતા. હોટેલમાં ચોથા માળે તો ડાન્સર પણ હતી. ગરમ ગરમ ડાન્સ થતા. ઇલીગલી દારૂની મહેફિલો થતી. અરે! હોટેલ માલિક નાયડુએ એક સિંગર પણ મન બહેલાવવા રાખી હતી. બિઝનેસની કાંટાળા જનક મિટિંગો પતાવીને શેઠિયાઓ ગીત સાંભળતા અને પેલી ડાન્સર ગણોને અર્ધા વસ્ત્રોમાં જ પણ આખું શરીર દેખાય એવો ડાન્સ કરતી. લચુપચુ થતા શેઠિયાઓ હજારો રૂપિયા નાખી દેતા. બસ આમ જ નાયડુ છ હોટેલનો મલિક બન્યો હતો. આંધળા મૂર્ખ વ્યભિચારી અને દારૂડિયા બિઝનેસમેન પૈસાને પાણીની જેમ ઉડવાવતા. એ જ ધ સીટી પોઇન્ટ પોલીસથી છાની ન હતી. પણ એ હોટેલમાં આમ