સ્વપ્ન લઘુવાર્તા - એક રાત ની ગુલાબી તેજી

(12)
  • 2.2k
  • 507

ખોખા ઉપર બળાત્કાર નો કેસ હતો , કેસ હાઈ પ્રોફાઇલ હતો , ખોખાને તેના બોસ વિલન પ્રેમનાથનો પૂરે પૂરો સપોટ હતો . પ્રેમનાથ એક શહેરનો પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો . પરંતુ ખાનગીમાં કાળા કામો કરતો હતો . ખોખા તેનો ખાસ માણસ હતો . જે છોકરી ઉપર બળાત્કાર થાય છે તે વ્યક્તિનો કેસ નામાંકિત વકીલ વિશ્વનાથ પાસે જાય છે . વિશ્વનાથ એક બાહોશ વ્યક્તિ છે . કોર્ટ માં કેસ શરૂ થાય છે . બાળાત્કારી ખોખાનો વકીલ કોર્ટમાં ખોખાના બચાવમાં દલીલો ઉપર દલીલો કરે છે, વિશ્વનાથ સામે જવાબમાં બિલકુલ ખામોશ છે ! કેસ વિશ્વનાથ પાસેથી સરકી જાય તેવું પબ્લિકને લાગી રહ્યું છે ,