Ek raat ni gulabi teji books and stories free download online pdf in Gujarati

સ્વપ્ન લઘુવાર્તા - એક રાત ની ગુલાબી તેજી



ખોખા ઉપર બળાત્કાર નો કેસ હતો , કેસ હાઈ પ્રોફાઇલ હતો , ખોખાને તેના બોસ વિલન પ્રેમનાથનો પૂરે પૂરો સપોટ હતો . પ્રેમનાથ એક શહેરનો પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો . પરંતુ ખાનગીમાં કાળા કામો કરતો હતો . ખોખા તેનો ખાસ માણસ હતો . જે છોકરી ઉપર બળાત્કાર થાય છે તે વ્યક્તિનો કેસ નામાંકિત વકીલ વિશ્વનાથ પાસે જાય છે . વિશ્વનાથ એક બાહોશ વ્યક્તિ છે . કોર્ટ માં કેસ શરૂ થાય છે . બાળાત્કારી ખોખાનો વકીલ કોર્ટમાં ખોખાના બચાવમાં દલીલો ઉપર દલીલો કરે છે, વિશ્વનાથ સામે જવાબમાં બિલકુલ ખામોશ છે ! કેસ વિશ્વનાથ પાસેથી સરકી જાય તેવું પબ્લિકને લાગી રહ્યું છે , કોર્ટ બહાર આ કેસ બાબતે ખુબજ મોટો સટ્ટો રમાય છે !
વિશ્વનાથ કોર્ટમાં ચૂપ રહેતા ,કાઇપણ જવાબમાં દલીલો ન કરતાં ,વિશ્વનાથની હાર નિશ્ચિંત બનતા ,ખોખાની ફેવરમાં સટ્ટાખોરો મોટો દાવ લગાવે છે ! અચાનક વિશ્વનાથ ખામોશીમાથી બાહર આવીને કોર્ટમાં દલીલો કરવા ઉભો થાય છે ! કોર્ટ બાહર નું ચિત્ર ફરી જાય છે ! સટ્ટાખોરો વિશ્વનાથની ફેવરમાં આવી જાય છે કારણકે લોકોને વિશ્વનાથની વકીલાત ઉપર પૂરો ભરોશો હોય છે !
ખુબજ સુંદર રીતે ફિલ્માવાયેલું વિશ્વનાથ ફિલ્મનુ આ દ્રશ્ય હજુપણ મનશપટ પર છવાયેલું છે ! આજથી લગ-ભગ 35 થી 40 વરસ પહેલા આવેલી , પ્રસિદ્ધ નિર્માતાં નિર્દેશક , ગ્રેટ શોમેન શ્રી સુભાષધાઈ ની આ ફિલ્મનુ આ દ્રશ્ય હજુ પણ આછું-પાતળું યાદ છે ! કારણકે સુભાષધાઈજી ની આ ફિલ્મ જ એવી બની હતી કે દરેકને યાદ રહી જાય !
આ પિક્ચર ગુલાબભાઇએ લગ-ભગ 35વાર જોયું હશે !!!
કઇંક આવાજ પ્રકારનો કેસ ગુલાબભાઇ રિક્ષાવાળાનો હતો જે તેમણે સરકાર સામે, સરકારના ખુબજ મહત્વના ખાતા રેલવે સામે નોધાવેલો હતો ! ગુલાબભાઇ રીક્ષા લઈને ચાર પેસેન્જરોને બેસાડીને જતાં હતા અચાનક ટ્રાફીકપોલિશે ગુલાબભાઇ ની રીક્ષા અટકાવી હતી અને ચાર પેસેન્જરો બેસાડવા બદલ ગુલાબ ભાઈને મેમો ફટકારેલ હતો ! ગુલાબભાઇએ દલીઓ કરી હતી કે..... સાહેબ તહેવારો હોય હું ચાર પેસેન્જર ને લઈ ને જવું છું અને વળીપાછું આ ચારેય પેસેન્જરો લેડીસ હોવાથી તેમજ એકજ પરિવારના હોવાથી બેસાડેલ છે . છતાપણ ગુલાબભાઈની દલીલો માનવામાં આવી ન હતી અને ફરજિયાતપણે દંડનો મેમો ફટકારવામાં આવ્યો હતો ! ગુલાબભાઈને નિશ્ચિત તારીખે કોર્ટમાં હાજર થવાનું ફરમાન આવ્યું હતુ ! ગુલાબભાઇએ આની સામે કોઈપણ સંજોગોમાં લડી લેવાનું મન બનાવ્યું હતુ . આ કેસ ગુલાબભાઇએ પ્રખ્યાત વકીલ ભરોષાને સોપ્યો હતો , વકીલ ભરોષાનું નામ વકીલાતની દુનિયામાં જબરજસ્ત હતુ !
ગુલાબભાઇ પાસેથી કેસની વિગત સમજીને વકીલ ભરોષાએ ગુલાબભાઈને સલાહ આપેલી કે --- આ કેસ જીતવા માટે તમારે સરકારની સામે સામો કેસ કરવો પડશે ! એ પણ સરકારી ખાતા રેલવે સામે !! ગુલાબભાઇએ ખુબજ વિચારને અંતે સરકાર સામે કેસ કરવા વકીલ ભરોષા ને સહમતી આપેલ હતી , કેસ હાઇપ્રોફાઇલ બનતો જતો હતો , વકીલ ભરોષાએ કોર્ટમાં છટાદાર દલીલો કરી હતી ! કોર્ટ બાહર પેલા વિશ્વનાથ પિક્ચરની જેમ કેસ કોણ જીતશે ? સરકાર કે પછી ગુલાબભાઇ , તેના ભાવ બોલાતા હતા ! વકીલ ભરોષાએ કોર્ટમાં શાનદાર દલીલો કરી – મિ.લોર્ડ મારા અસીલ ગુલાબભાઇ ની સામે ચાર પેસેન્જરો રિક્ષા માં બેસાડવાનો કેસ છે તે તદન ખોટો છે કારણકે તેને એકજ ફેમિલીના સ્ત્રી મેમ્બરોને તહેવારો હોય , ખાસ કિસ્સામાં પેસેંજર તરીકે બેસાડેલ છે ! આવા ખાસ કિસ્સામાં ત્રણ ની જગ્યાએ ચાર પેસેન્જરો બેસાડવા એ ગુનો બનવો ન જોઈએ !
જ્યારે માનનીય સાહેબશ્રી , આપણે જોઈએ છીએ કે – જ્યારથી આપણી રેલવે નું અસ્તિત્વ સ્થપાયું છે ત્યારથી આપણું રેલવે તંત્ર જેટલી ડબ્બામાં કેપેસિટી હોય છે તેના કરતાં ડબલ ટિકીટ ટ્રાફિક ના સમયે જનરલ ડબ્બામાં ફાડે છે ! પેસેન્જરોને બોકડાની જેમ બેસાડે છે , સલામતી જોતું નથી , તહેવારો ઉપર તો ડબ્બાની ઉપર બેસીને તેમજ ડબ્બા ના દરવાજે ટિંગાયને માણશો મુસાફરી કરે છે ! લોકલ ટ્રેનોમાં પણ આજ હાલત હોય છે તેમજ સરકારી બસો તથા અન્ય સરકારી પરિવાહનોમાં આઝાદી થી લઈને આજ સુધી પેસેન્જરોને આજ રીતે બેસાડવામાં આવ્યા છે ! પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બધા તંત્ર ઉપર આઝાદી થી લઈને આજ સુધી ટ્રાફિકપોલીસે કે પછી અન્ય કોઈ લાગતી-વળગતી કોઈ સરકારી સંસ્થાઓએ કોઈ પણ જાતનો કેસ કરેલ નથી ! અને આઘાતજનક વાત એ છે કે — મારા અસિલે અનિવાર્ય સંજોગોમાં ચાર પેસેન્જરો બેસાડતા ટ્રાફિકપોલીસે કેસ ઠોકેલ છે ! જો મારા અસિલે કોઈ ગુનો કર્યો હોય અને તેને જો સજા થાય તો પછી આવા બધા નિંભર તંત્ર ને પણ આજ સજા લાગુ પડવી જઈએ અને આઝાદી થી લઈને આજ સુધી આ તંત્રએ જે પબ્લિકને ખુબજ મુશ્કેલી , હાડમારી તથા ત્રાસ આપેલ છે તેનું વ્યાજ સહિતનું વળતર ચુકવવું જોઈએ ,તેવી મારી જજ શ્રી ને વિનંતી છે ! ગુલાબભાઈના વકીલ ભરોષાની કોર્ટમાં દલીલ પૂરી થતાં , આખી કોર્ટમાં તાલીઓનો ગડગડાટ થયો ! અને કોર્ટ બાહર એકજ રાતમાં ચિત્ર ફરી જતાં , ગુલાબભાઈની ફેવરમાં કેસ જીતવાના ચાંસિસ વધી જતાં ,સટ્ટાબજારમાં ગુલાબભાઈની ફેવરમાં વાતાવરણ ખડું થતાં , ગુલાબભાઈની ફેવરમાં ગુલાબી તેજીના મંડાણ થયા એટલેકે સટ્ટાખોરોમાં ગુલાબભાઈની જીતના ભાવ વધી ગયા !
સવારનો લગભગ છ વાગ્યાનો સમય હતો , ગુલાબભાઈની પત્ની માધુ બોલી --- ચીકુના પપ્પા , ઓ ચીકુના પપ્પા , ઓ ચીકુના પપ્પા, ઉઠો ! સવારના છ વાગી ગયા છે , જલ્દી ઉઠો, આજે પાંચ વાગ્યા ની બદલે છ વાગી ગયા છે , જલ્દી-જલ્દી ઉઠો ને જલ્દી-જલ્દી તૈયાર થવા માંડો ,ખુબજ મોડુ થઈ ગયું છે , ધંધો કરવા નથી જવું ?! ગુલાબભાઇ સફાળા જાગી ગયા અને બોલ્યા--- થોડીવાર વધારે સુવા દીધો હોત તો? તો તારા બાપાનુ શું જતું તું ?!! કેવું મસ્ત સવાર-સવારમાં સ્વપ્નું આવ્યું હતું ! આવાને આવા શાંતિથી સ્વપ્ના પણ જોવા દેતા નથી ! આમ કહી ગુલાબભાઇ ધંધાનું મોડુ થયું હોય, હાફડા-ફાફડા જલ્દી-જલ્દી તૈયાર થઈ , ચા-પાણી પીને , ધૂવા-ફુવા થતાં-થતાં રિક્ષા લઈને ફેરા માટે જતાં રહ્યા અને માધુ ગુલાબભાઈના સુંદર સ્વપ્નાની વાત સાંભળી, મનો-મન વિચારતી કે એમને એવું તે કેવું સુંદર સ્વપ્નું મારી જાણ બાહર આવ્યું હશે ?! તેમ વિચારીને , મનો -મન હસતી-હસતી ,શરમાઈ ને, શેરીના વણાંક સુધી ગુલાબભાઈને જતાં જોઈ રહી અને પછી માધુ ડેલી બંધ કરીને, દોડીને ,મનો-મન ખુશ થતી ઘરમાં જતી રહી !!!

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)