શ્રાપ

(157)
  • 4.1k
  • 6
  • 1.4k

શ્રાપ પ્રતાપગઢના મહેલમાં ચારે બાજુ જોનાર જોતું જ રહી જાય એવો વૈભવી ભભકો હિલોળા લઈ રહ્યો હતો. રાજસાહેબની એક માત્ર કુંવરી પ્રિયાએ એના લગ્ન શહેરને બદલે અહીં એમના મહેલમાં આવીને કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કુટુંબના દરેક સભ્યએ એની વાતને ખુશીથી વધાવી લીધી હતી. કુંવરીના લગ્નનો આખું નગર આનંદ મનાવી રહ્યું હતું. સતત પાંચ દિવસ સુધી ચાલનારા લગ્નના જલસામાં સાંજે ગામમાં કોઈને