લવની લવ સ્ટોરીસ (ફિલ્મ સમીક્ષા)

(66)
  • 6k
  • 2
  • 1.6k

"લવની લવ સ્ટોરીસ"લેખક અને ડાયરેકટ- દુર્ગેશ તન્ના, પ્રોડ્યુસર - મનીષ અંદાની, કરીમ મીનસરિયા.કલાકાર - પ્રતીક ગાંધી, દીક્ષા જોશી, વ્યોમા નંદી, શ્રદ્ધા ડાંગર, હાર્દિક સંગાની.ફિલ્મમાં વાત છે આજના આધુનિક સમયની. આધુનિક સમયના પ્રેમની. પ્રેમ એટલે લવ અને લવ એટલે પ્રેમ. આ ફિલ્મની વાર્તામાં આમ તો ત્રણ અભિનેત્રીઓ સાથેનો પ્રેમ બતાવવામાં આવ્યો છે પરંતુ તેમાં એકને જણાવી નથી શકતો તો બીજાને જણાવવામાં મિત્રતા પણ ખોઈ બેસે છે. જ્યારે ત્રીજી વખતે પ્રેમ પામતા પહેલા પરિક્ષાઓમાંથી પણ પસાર થવું પડે છે એ વાતને બહુ સરળ અને સાહજિક રીતે અભિવ્યક્ત કરી છે.ફિલ્મના પાત્રોની વાત કરીએ તો મુખ્ય અભિનેતા તરીકે પ્રતીક ગાંધી છે તો મુખ્ય અભિનેત્રીઓમાં દીક્ષા