જિંદગી એક, રંગ અનેક

(12)
  • 2k
  • 599

** જિંદગી એક, રંગ અનેક ** સૂરજદાદા પોતાનો પ્રવાસ પૂરો કરી પશ્ચિમની ક્ષિતિજમાં વિલીન થવાની તૈયારી કરતાં કરતાં પીળા કિરણોથી રંગીલી સુરતનગરીથી વિદાય લેવાની શરૂઆત કરી દીધી હતી. સુરતની પોશ લોકાલિટીમાં તાપી નદીના તટથી થોડે દૂર અડગ ઉભેલા બેઠાઘાટના વિશાળ અને સુંદર બંગલાની અગાસીમાં રહેલા કલાત્મક હીંચકાને પોતાના નાજુક પગના ઠેકાથી ઝુલાવી રહેલા વંદનાબેન વિચારોમાં ઘરકાવ થઈ ગયા હતા. ત્રીસ વર્ષના લગ્ન જીવનના લેખાં જોખાં લેવામાં તેમનું મન વ્યસ્ત થઈ ગયું હતું. અમદાવાદની પોળોની સાંકડી ગલીયોમાંથી માંડ બહાર નીકળી તેમના ચંચળ મને મુક્ત પંખીની જેમ નદીપારની મશહૂર કોલેજના વાતાવરણમાં યુવાનીના ઉંબરે ચહેકવાનું શરૂ કર્યું હતું. વંદનાબેને કોલેજના પ્રથમ વર્ષમાં