શામ સે આંખ મેં નમિ સી હૈ

(12)
  • 1.7k
  • 2
  • 467

આજની સાંજ ઉદાસી લઈને આવી હતી. હું મારા મેડિકલ સ્ટોર પર બેઠો હતો. રવિવાર હોવાથી ચહલ-પહલ ઓછી હતી. ઉદાસીનું કારણ છોકરાની યાદ હતું. મારો દીકરો દીપ આણંદ યુનિવર્સીટી માં વેટનરી કોલેજમાં ફર્સ્ટ યરમાં ભણે છે. હમણાં તે ઉતરાયણની રજા માં અઠવાડિયું ઘરે આવેલો હતો. રજા પુરી થતાં આજે જ બપોરે તેને ભાવનગર બસ માં મુકવા ગયો હતો.પોતાનું સંતાન જ્યારે બહાર હોસ્ટેલ માં ભણતો હોય ત્યારે દરેક મા-બાપને યાદ આવતો હોય. મા આસુ પાડીને હળવી થઈ જાય. બાપ કામમાં મન પરોવી હળવો થાય. એટલે હું મેડિકલ એ