એક સ્ત્રી ની મનોવેદના

(29)
  • 2.2k
  • 1
  • 570

*એક સ્ત્રી ની મનોવેદના* પત્ર... વાર્તા.. ૮-૧૨-૨૦૧૯આજે આરતી સવારથી જ બેચેન હતી કારણકે આરતી અને અચલને છુટાછેડા લીધે આજે પાંચ વર્ષ થયા હતા....આરતીની આંખો સામે ચલચિત્રની જેમ બધું તરવરતુ હતું... અને એ હ્દય દ્રાવ્ય ઘટનાઓ ની યાદથી આંખમાં થી આંસુ નિકળી ગયા અને એ ખોવાઈ ગઈ એ યાદોમાં ...આજે કોલેજ નો પ્રથમ દિવસ હતો એ સ્કુટી પાર્ક કરી નિકળી અને કોલેજના તોફાની છોકરાઓ એ ઘેરી લીધી એ ગભરાઈ ગઈ કપાળ પર પરસેવાના બુંદો તરવરવા લાગ્યા ત્યાં જ અચાનક અચલ આવ્યો અને ટોળાંમાં થી આરતીનો હાથ પકડી કોલેજમાં લઈ ગયો... આરતી એટલી ગભરાઈ ગઈ હતી કે એ આભાર પણ ના માની