સંશય

(22)
  • 2.5k
  • 1
  • 700

15. સંશય “પ્રેમ, બી. 118 ફ્લેટ જે ખાલી હતો ત્યાં કોઈ રહેવા આવી ગયું હોય એવું લાગે છે.” ઈશિતા એ ચા બનાવતા બનાવતા રસોડાની બારીમાથી જોઈને કહ્યું. “અરે વાહ તો તો તને ગપ્પાં મારવાની મજા આવશે. આપણી અને તે ફ્લેટની બાલ્કની બિલકુલ સામસામે છે માટે.” પ્રેમની વાત સાંભળી ઈશિતા નાકનું ટેરવું ચડાવી બોલી, “મને ક્યારે ટાઈમ હોય છે ગપ્પાં મારવાનો!” “મળતો નથી પણ તો.....ય....” પ્રેમ આટલું બોલ્યો અને બંને હસી પડ્યા. ઈશિતા બહિર્મુખ સ્વભાવની, કોઈ પણ વ્યક્તિ સાથે સરળતાથી ભળી જાય. વાતો કરવી ગમે, સિંગિંગ,ડાંસિંગ તોફાન, મસ્તી, હરવું, ફરવું, મિત્રો સાથે ચેટિંગ આ બધા તેના શોખ. જ્યારે પ્રેમના