વન્સ અપોન અ ટાઈમ - 152

(62)
  • 6.1k
  • 7
  • 3k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 152 ‘વર્લ્ડ ટ્રૅડ સેaન્ટર પરના હુમલાથી દાઝેલું અમેરિકા આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંકળાયેલા બદમાશોને ભીંસમાં લેવાની દિશામાં આગળ વધી રહ્યું હતું ત્યારે ભારતની નજર દાઉદ ઉપરાંત તેની ગેંગમાંથી છૂટી પડીને નવી ગેંગ બનાવનારા અને ભારત માટે માથાના દુખાવા સમા બનેલા કેટલાક ગેંગલીડર્સ પર પણ હતી. વિદેશમાં ધામા નાખીને બેઠેલા અબુ સાલેમ પર પણ હતી. 18 સપ્ટેમ્બર, 2002ના દિવસે પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં પોતાની હિરોઈન પ્રેમિકા મોનિકા બેદી સાથે ઝડપાઈ ગયેલા અબુ સાલેમને પ્રત્યાર્પણ દ્વારા ભારત પાછો લાવવા માટે ભારત સરકાર મથામણ કરી રહી હતી. જોકે 2003ના અંત સુધી ભારત સરકારના પ્રયાસ સફળ થયા નહીં.