વન્સ અપોન અ ટાઈમ - 153

(80)
  • 7.3k
  • 14
  • 3.3k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 153 ‘દાઉદને ભારતને હવાલે કરી દેવાનું દબાણ પાકિસ્તાનના કેટલાક ત્રાસવાદી સંગઠનો અને પાકિસ્તાની અંડરવર્લ્ડના ખેરખાંઓ આઈએસઆઈ પર કરી રહ્યાં હતા, પણ આઈએસઆઈના અધિકારીઓ તેમને દાદ આપતા નહોતા. જો કે આ દરમિયાન દાઉદે છોટા રાજનને કારણે મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો હતો! છોટા રાજને કરાંચીમાં દાઉદ અને મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપી ટાઈગર મેમણની માલિકીના કમર્શિયલ સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ્સ કરાવ્યા એ પછી દાઉદ તકલીફમાં મુકાયો હતો. દાઉદના કમર્શિયલ સેન્ટરમાં બૉમ્બ બ્લાસ્ટ્સ પછી પાકિસ્તાનમાં એવી વાત વહેતી થઈ હતી કે બૉમ્બ બ્લાસ્ટ્સ ભારતીય જાસૂસી સંસ્થા ‘રૉ’ દ્વારા કરવામાં આવ્યો હતો. દાઉદના વિરોધી હોય એવા,