નહિ ગમે મને

(45)
  • 3.6k
  • 3
  • 978

નહિ ગમે મને...આવી શકે મળવા તો છેક સુધી આવ,આમ અડધે રસ્તે તો નહિ ગમે મને;ભળવું હોય મારામાં તો સંપૂર્ણ ભળ,આમ અધૂરો વિલય તો નહિ ગમે મને;છે મને તૃષ્ણા ઘણી તો ભરી પી લેવા દે,આમ મૃગજળ ને પીવું તો નહિ ગમે મને;પ્રેમની આ નાવ ને હવે મજધારે લઇજા,આમ સાવ કિનારે તરવું તો નહિ ગમે મને;પાનખરની ઋતુ છે તારા જુદાઈમાં હાલ, પણ વસંતમાં કરમાય તો નહિ ગમે મને;વિષમ છે પરિસ્થિતિઓ તો જીવી લઈશ,આમ હિંમત હારી જવું તો નહિ ગમે મને;મહોબ્બત છે મુજથી તો આવી એકરાર કર,"બેનામ" સાવ ગુંગી પ્રીત તો નહિ ગમે મને.****** ****** ******* ********