માથાભારે નાથો - 31

(76)
  • 4.9k
  • 4
  • 1.5k

માથાભારે નાથો (31) નાથાની ચિંતામાં સતત ત્રણ દિવસ પસાર થયા.મગન,રાઘવ અને રમેશ બોહોશ નાથાને જોઈ જોઈને રુદનને રોકી રહ્યા હતા.ડો.સંદીપ પેઠે ખ્યાતનામ ન્યુરોસર્જન હતા.ઓપરેશન પણ સફળ રહ્યું હતું. જે કાર સાથે નાથાનો અકસ્માત થયો હતો એ યુવકને પણ મહાવીર હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ કર્યો હોવાથી નાથાની સારવારનો ખર્ચ વીમા કંપની તરફથી મળી જવાનો હતો.પણ મગનને કે એના દોસ્તોને એવી કંઈ ચિંતા નહોતી.એકવાર બસ નાથો આંખો ખોલે,એની રાહમાં બેચેન બનીને સમય પસાર કરી રહ્યાં હતાં. નાથાના હાથ અને પગમાં પણ ફેક્ચર થયું હોવાથી ત્યાં પણ ઓપરેશન કરવા પડ્યા હતા. દિવસમાં દસવાર મગન અને રાઘવ ડોકટરને