AFFECTION - 21

(36)
  • 3.3k
  • 1
  • 1.4k

મેં જ્યારે આંખ ખોલી તો એક ખેતર હતું જેમાં એક ઓરડી હતી જે લગભગ એ ખેડૂત મજૂર માટે જ બનાવેલી હશે..તે ઓરડી ની અંદર હું એક ગોદડી માં પડ્યો હતો...ખબર નહિ કેમ આખું શરીર જાણે એકદમ કમજોર પડી ગયું હતું...ઉભા થવા માટે પ્રયત્ન કર્યો પણ શરીર માં જાણે જીવ જ ના હોય...આંખ સરખી ખુલતી નહોતી....જે ખોલી તો સામે એક ઘરડો માણસ બેઠેલો હતો...અને બાજુમાં એક ડોશીમા પણ હતા...મને જાગેલો જોઈને તરત બોલ્યા,"બેટા સૂતેલો રહે...ગભરાઈશ નહિ....હું શામજી છુ...ખેડૂત છુ.."પહેલા તો એને જોઈને હું ડઘાઈ ગયો હતો...પણ એને કીધું કે એ ખેડૂત છે...એટલે ખબર પડી ગઈ કે હજુ હું જીવુ છુ અને