ભૂલ - 5

(24)
  • 2.7k
  • 1.3k

[ આગળના પાર્ટમાં હર્ષ અને કુશ ને નિલ પર શંકા થાય છે. બન્ને એને પૂછવાની વાત કરે છે. ] " કોણ છે ? " દીપ બોલ્યો. બાથરૂમ માંથી આવાજ આવતા દીપ બોલ્યો. દીપ ઘરમાં એકલો હતો. ફરી ઠક.. ઠક.. આવજ આવ્યો. દીપ થોડો ગભરાઈ ગયો. તે ધીમા પગલે બાથરૂમ તરફ ગયો. અંદરથી આવતા પ્રકાશ અને બનતા પડછાયા પરથી લાગતું હતું કે અંદર કોઈક ચાલે છે. દીપના માથા પર પરસેવો વળી ગયો. તેને ધીમેથી દરવાજા પર હાથ મુક્યો અને ખેંચ્યો. સામે એક કબૂતર કાચપર ચાંચ મારતું હતું. દીપે બારી ખોલી તેને બહાર ઉડાડી દીધું. દીપને મનમાં શાંતિ થઈ. તે થોડીવાર બહાર જોતો