દિલ કા રિશ્તા - 3

(50)
  • 4.2k
  • 2
  • 2.2k

( મિત્રો આપણે આગળ જોયું કે, વિરાજ "અપના ઘર" આશ્રમમાં મેડીકલ કેમ્પ કરે છે. સાથે સાથે આ વખતે એ આશ્રમના સદસ્યોને પ્રવાસ લઈ જવાનું વિચારે છે. જેમાં એના મિત્રો પણ સાથ આપે છે. વિરાજ આ જ આશ્રમમાં એ યુવતીને જુએ છે જેને એ ઘણાં દિવસથી ઘરની બહાર જોતો હોય છે. એ યુવતી આ જ આશ્રમમાં રહે છે. વિરાજ પ્રવાસની બધી તૈયારી કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)કાલે વહેલી સવારે વિરાજ એના દોસ્ત અને અપના ઘરના સદસ્યો આબુ અંબાજીના પ્રવાસે જવાનાં હોય છે. આશ્રમની કેટલીક મહિલાઓની સલાહ પ્રમાણે સવારે નાસ્તા માટે થેપલા આશ્રમની મહિલાઓ દ્વારા બનાવવામાં આવે. અને મેનેજરે