પ્રિત એક પડછાયાની - ૨૧

(56)
  • 4.1k
  • 1.7k

નિમેષભાઈ કંઈક સમજી ગયાં એટલે બોલ્યાં, સારૂં હવે જોઈએ. લીપી બેટા તું આરામ કર.‌‌..અને અંજનાબેનને ઈશારાથી લીપીને તેમનાં રૂમમાં લઈ જવા કહે છે... અંજનાબેન અને લીપી જેવાં રૂમમાંથી બહાર નીકળ્યાં કે તરત જ દીપાબેન બોલ્યાં ,અનુ... ચીઠ્ઠીમાં શું લખ્યું છે ?? મને તો ખબર નહીં અજુગતા વિચારો આવી રહ્યા છે... અન્વય : આ વાત જે તેને મને બે ત્રણ વાત અપુર્વ એ કહેવાની કોશિષ કરી હતી પણ કોઈને કોઈ કારણસર અમારાં વચ્ચે વાત જ ન થઈ અને વળી પછી લીપી પણ નોર્મલ લાગતી હતી એટલે એ વાત એમ જ રહી ગઈ. અન્વય બોલ્યો, અમે જ્યારે ત્યાં પેલાં જેક્વેલિન સિસ્ટરને એમની