શિકાર : પ્રકરણ 38

(223)
  • 6.3k
  • 6
  • 2.9k

સાવ દેહાતી લીલાધર પડ્યો પડ્યો કંટાળ્યો હતો. ટેબલ વગેરે ઉપર વળેલી છેપટ ખંખેરવા માટે જે લાકડીના એક દંડા ઉપર કાપડ બાંધીને ઝાપટીયુ બનાવાય છે તેનો દંડો ખૂણામાં પડ્યો હતો. એ જોઇને એને ખબર નહિ શું યાદ આવ્યું કે રૂમાલ કાઢીને એ દંડો લઈ તેના પર રૂમાલ બાંધીને બારી પાસે પડ્યા પડ્યા જ ઊંચો કર્યો એ સાથે જ વરસાદના ટીપાઓ ચીરતી એક બુલેટ આવી અને દંડા સહિત રૂમાલને સામેની દીવાલે લઈ ગઈ. સામેની દિવલમથી એક પોપડું ઉખડયું. “આ શું કરે છે તું લીલાધર?” અજયે ત્રાડ પાડી. “હું ચેક કરતો હતો કે એ માણસ હજુ ત્યાં જ છે કે કેમ.” “સાલા મૂર્ખાઓની