વૈશ્યાલય - 7

(61)
  • 9.2k
  • 3
  • 5k

દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. જીવન એક યંત્રની માફક બની ગયું હતું. ખાવું, પીવું, કામ કરવું અને સૂવું. તહેવારો ઝૂંપડીમાં કેવા? પુરુષો કોઈપણ તહેવાર હોઈ શરાબ પી બેફામ ગાળો બોલતા. ઘણીવાર વિચાર આવ્યો કે સારું છે અમારા ઘરમાં કોઈ પુરુષ નથી નહિતર એ પણ અમારી કમાઈના પૈસાના દારૂ પી અમને જ ગાળો આપેત. ઘણીવાર નશાની હાલતમાં પુરુષો પોતાના છોકરા અને બૈરાંને મારતા મેં જોયા છે. શરાબ માટે ઝઘડો કરી પૈસા લઈ જતા. પુરા ટુન થઈને ગટરમાં ભૂંડની જેમ પડી રહેતા પુરુષો કરતા ઘરમાં પુરુષો વગરના જ સારા. હું