પ્રિત એક પડછાયાની - ૨૨

(66)
  • 4.7k
  • 3
  • 1.8k

અન્વય અપુર્વનો આખો રૂમ ફંફોસી દે છે પણ એને કોઈ એવો સુરાગ નથી મળતો કે જેથી ખબર પડે કે અપુર્વ અત્યારે ક્યાં છે...આખરે તે થાકીને રૂમમાં જાય છે.... રૂમમાં જતાં જ તે જુએ છે કે લીપી તો જાણે અપુર્વ સાથે કંઈ થયું હોવાનો કંઈ ફરક જ ન પડતો હોય એમ એ નાનાં બાળકની જેમ બેડ પર સુઈ ગઈ છે....અપુર્વ વિચારે છે આ બધું શું થઇ રહ્યું છે કે અપુર્વ ને પોતાના સગાં ભાઈ કરતાં પણ વધુ રાખનારી લીપીને જાણે આજે કોઈની પરવા જ નથી...આમ તો એવું બને કે અપુર્વ લીપી અને આરાધ્યા સાથે મળીને ઘણાં પ્લાન કરી દે અને અન્વયને