સુખનો પાસવર્ડ - 22

(27)
  • 4.7k
  • 5
  • 1k

પારકાઓની પીડા જેને સ્પર્શી જાય એવી વ્યક્તિઓનું જીવન સાર્થક ગણાય ગુજરાતના દંતકથા સમા સદ્ગત ગાયક હેમુ ગઢવીના જીવનનો એક હ્રદયસ્પર્શી કિસ્સો સુખનો પાસવર્ડ આશુ પટેલ ગુજરાતના મહાન ગાયક હેમુ ગઢવી નાની ઉંમરમાં આ દુનિયા છોડી ગયા. માત્ર ૩૫ વર્ષની ઉંમરે મૃત્યુ થયું પરંતુ એટલી નાની ઉંમરમાં તેમણે તેમના જાદુઈ કંઠ થકી અપાર લોકચાહના મેળવી. જે સમયમાં ટીવી નહોતાં, ટેપરેકોર્ડર પણ કોઈક રડ્યાખડ્યા ઘરોમાં જોવા મળતાં, સીડી અને એમપીથ્રીની તો કોઈને એ વખતે કલ્પના પણ નહોતી. એ સમયમાં હેમુભાઈએ અકલ્પ્ય લોકપ્રિયતા મેળવી હતી. હેમુ ગઢવી જેટલા ઊંચા ગજાના ગાયક તો હતા જ, પણ સાથે એક ઉમદા માણસ પણ હતા. હેમુભાઇના દીકરા