પ્રિત એક પડછાયાની - ૩૪

(52)
  • 4k
  • 3
  • 1.5k

( આગળ આપણે જોયું કે સૌમ્યકુમારનાં રાજકુમારી નંદિની સાથે વેવિશાળ માટે માટે તૈયાર થાય છે અને રાજા ધન્વંતરિને એક પત્ર મોકલાવે છે.) પત્ર મળ્યાં બાદ સૌમ્યકુમારની યોજના મુજબ આખાં પરિવાર સાથે સૌમ્યકુમારનો રાજપરિવાર સિંચનકુમારનાં નગરમાં પહોંચવા તૈયારી કરવા લાગ્યાં. સૌમ્યાકુમારીને તો એટલું જ ખબર છે કે તે ભાઈ માટે રાજકુમારી જોવાં જઈ રહ્યાં છે. પણ પોતાનાં સિંચનકુમાર સાથેનાં સંબંધ માટે હજું કંઈ વાત થઈ ના હોવાથી એ ઉદાસ છે.... બીજાં જ દિવસે આખો રાજપરિવાર પ્રિતમનગરી તરફ જવા નીકળે છે. આ બાજું સિંચનકુમારને તો સૌમ્યકુમારનાં કહ્યાં મુજબ ધવલપુરીની રાજકુમારી મળશે એ આશા છે અને વળી એમની લાડલી બહેનનાં વેવિશાળ માટે તૈયારી