પ્રિત એક પડછાયાની - ૪૦

(43)
  • 3.8k
  • 1
  • 1.4k

સિંચનકુમાર અને શિવરામચાચા એક ગાડામાં બેસીને સામાન્ય વટેમાર્ગુની જેમ સુવર્ણસંધ્યાનગરી પહોંચ્યાં... સિંચનકુમાર જાણે છે આ રાજ્ય પ્રિતમનગરી કરતાં ત્રણગણું મોટું છે...તેમણે તો અહીં એક જ વાર એમનાં સૌમ્યાકુમારી સાથે વેવિશાળ પછી આવવાનું થયું છે...અને બીજું લગ્ન બાદ એતો... આવ્યાં ન આવ્યાં બરાબર...તેમને એ સમય યાદ આવી ગયો... પરિવાર અને એક છળ સાથે થયેલાં યુદ્ધમાં કોઈ જ તૈયારી વિના છુપા સૈનિકોનો સામનો કરી રહ્યાં હતાં.. સિંચનકુમાર બહું દુઃખી થયાં...તે મનમાં બોલ્યાં," કાશ પ્રિયંવદામાતાએ કોઈ સમ ના આપ્યાં હોત તો...પણ આજે તો હું એ લોકોને મળીશ જ ભલે એ ગુલામીની સ્થિતિમાં પણ મળશે તો ખરાં ને... એકવાર એ લોકોને મળ્યાં બાદ જ