‘બાવન પાનાની ગીતા’ના ઉપદેશો!

  • 3.6k
  • 1
  • 1.1k

‘બાવન પાનાની ગીતા’ના ઉપદેશો! (નોંધ: આ લેખના ઉપદેશો પર અમલ કરવા જતા જે કંઈ પણ ‘હાર-જીત’ થાય તેની જવાબદારી લેખકની રહેશે નહીં. આ લેખના વિચારો સાથે તંત્રી તો ઠીક ખુદ લેખક પણ સહમત નથી. આ લેખ અંગેના વિચારો ગાળો સિવાયના કોઈ પણ ખાદ્યપદાર્થ સાથે લખી મોકલવા!) મહાન લેખકો એટલા માટે મહાન હોય છે કારણ કે તેમને વિશ્વમાં ચકલીના ચરકવાથી માંડીને ઉરાંગઉટાંગના કૂદવા સુધીની ઘટનાઓમાં મહાન ફિલોસોફીઓ કે મેનેજમેન્ટના સિદ્ધાંતો સુઝી આવતા હોય છે. તે જ તર્જ પર અમને શ્રાવણમાસે રમાતો જુગાર એક પવિત્ર ઘટના લાગી રહી છે. પવિત્ર શ્રાવણ માસે ‘બાવન પાનાની ગીતા’નું અધ્યયન એ એક મહાન ધાર્મિક-આધ્યાત્મિક ઘટના છે.