સુખનો પાસવર્ડ - 24

(26)
  • 3.5k
  • 5
  • 995

...જીના ઈસી કા નામ હૈ! એક યુવાન અમેરિકન વેઈટ્રેસે પારકા માણસને કિડની આપીને એનું જીવન બચાવી લીધું! સુખનો પાસવર્ડ આશુ પટેલ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના રોસવેલ શહેરનો એક હ્રદયસ્પર્શી કિસ્સો જાણવા જેવો છે. એ શહેરના ‘હૂટર્સ’ નામે રેસ્ટોરાં છે એમાં મારિયાના વિલારિયલ નામની યુવતી વેઈટ્રેસ તરીકે ફરજ બજાવે છે. મારિયાના ‘હૂટર્સ’ રેસ્ટોરાંમાં નિયમિત આવતા બધા ગ્રાહકોને ચહેરાથી ઓળખે અને એમાંના ઘણાને તો નામથી પણ ઓળખે. એવો જ એક ગ્રાહક ડોન થોમસ એક દાયકાથી નિયમિત રીતે ‘હૂટર્સ’માં આવતો હતો. ૨૦૧૫ના વર્ષના મધ્ય ભાગમાં ડોન થોમસ એ રેસ્ટોરાંમાં દેખાતો બંધ થઈ ગયો. ઘણા દિવસો પછી ડોન ફરી રેસ્ટોરાંમાં દેખાયો ત્યારે મારિયાનાએ તેને પૂછ્યું,