એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 5

  • 2.1k
  • 1
  • 675

૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ "અમારી જ્ઞાતિમાં એવું જરૂરી નથી કે છોકરો ભણીને કમાતો થાય પછી જ એનું નક્કી થાય. અમારે તો બધાંને મોટે ભાગે પશુપાલનનું કામ હોય, અને જમીન મિલકત પણ ખાસ્સા હોય એટલે અઢારની આસપાસ જ નક્કી કરી દે. આ તો હું અને છોડી બન્ને સારું ભણેલા છીએ અને શહેરમાં રહીએ છીએ, એટલે અત્યાર સુધી રાહ જોઈ." મિતુલ દેસાઈ, એટલે કે હું જેને ખાનગીમાં (એટલે કે ડેમી સામે) "ચંગુ-મંગુ" કહેતો હોઉં છું તેમાંનો મંગુ, એની સગાઈમાં આવવા માટે આમંત્રણ પત્રિકા આપતા આપતા એણે આવું કહ્યું. મને બહુ ઈચ્છા થઈ કહેવાની કે, 'અલ્યા! તું ઉતરાયણના દિવસે જે સેટીંગ પાડ્યાનું કહેતો હતો,