Ek ardha shayarni dayrimathi by Pragnesh Nathavat | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels એક અર્ધા શાયરની ડાયરીમાંથી - Novels Novels એક અર્ધા શાયરની ડાયરીમાંથી - Novels by Pragnesh Nathavat in Gujarati Novel Episodes (59) 3.4k 6.7k 38 ૧૫ જાન્યુઆરી, ૨૦૧૯ સામાન્ય સંજોગોમાં આવી ક્ષણે કોઇ પણ વ્યક્તિની આંખો બંધ જ થઇ જાય. મારી પણ બે ચાર સેકન્ડ માટે તો બંધ જ રહી, પણ પછી મેં ખોલી અને તો પણ મને અંધારું જ દેખાયું. મારા માટે એ ...Read Moreકરવું અઘરું હતું કે હજી મારી આંખ બંધ જ છે કે ખરેખર ચારેબાજુ અંધારું છે! જો કે મને કશી ચિંતા નહોતી, અને હું કશું બોલી શકું એમ પણ નહોતો. નિમિષાના હોઠ હજુ પણ મારા હોઠ પર જ હતાં. એનાં હોઠની મધ્ય સપાટી જાણે મારા હોઠ પર કશું શોધી રહી હતી. એ સુંવાળી લાગણી મારા હોઠના એક ખૂણેથી બીજા ખૂણે અને Read Full Story Download on Mobile New Episodes : Every Thursday એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 1 1.2k 1.8k કવિતાની દુનિયામાં પોતાનું નામ ચમકાવવા માંગતો એક આધેડવયનો કાચો શાયર પોતાની નજરો સામે એક મહિલાની હત્યા થતાં જુએ છે, અને એ પછી બનતી ઘટનાઓ એનો ભૂતકાળ એની સામે લાવીને મૂકી દે છે. એ ભૂતકાળ કે જેને એનું જાગૃત મન ...Read Moreભૂલાવી ચૂક્યું હોય છે. એકલવાયું જીવન, છૂટી ગયેલાં સંબંધોનું દર્દ, મૃત વ્યક્તિની આત્મા સાથેનો આત્મિય સંબંધ આ બધું એના જીવનની વાસ્તવિકતા છે કે માત્ર મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ? ઘણી વાર આજે અનુભવાઈ રહેલ ઘટના કે લાગણીના બીજ વર્ષો પહેલાં સહન કરી હોય એવી કોઇ વાસ્તવિકતામાં હોય છે. Read એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 2 530 933 ૧૬ જાન્યુઆરી, ૨૦૧૯ રવિવાર, ઉતરાયણ અને વાસી ઉતરાયણ - આ ત્રણ દિવસની સળંગ રજા પછી પણ આજે ઓફિસ જવાનો કંટાળો નહોતો આવતો કારણ કે મારા માટે રજાના દિવસો ભયંકર કંટાળા વાળા હોય છે. આ વખતે તો ત્રણ ત્રણ રજાઓ ...Read Moreતો પણ હું ગામડે નહોતો ગયો. ડેમી, સવિતાબેન, પેલા બે નવા સ્ટાફ અને બધા જ સ્ટુડન્ટ્સ... આ લોકોની બોડી લેંગ્વેજ એવી થાકેલી લાગતી હતી અને ચહેરા એવા ચીમળાઈ ગયેલા પપૈયા જેવા હતાં કે જાણે આગલા દિવસે એ બધાને લાઈનમાં ઉભા રાખીને કોઈએ ચાબુકે ને ચાબુકે ફટકાર્યા હોય. મને એ વિચારીને બહુ ગુસ્સો આવે કે રજા મળે તો લોકો કેવા તારલા Read એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 3 (11) 353 695 ૧૮ જાન્યુઆરી, ૨૦૧૯ સફેદીની હજુ હિંમત નથી થઈ કે મારા માથાના વાળમાં ક્યાંય પણ દેખાય, પણ આજે મારા જીવનનો સૌ પ્રથમ સફેદ વાળ દાઢીમાં જોવા મળ્યો. હા, સવારે અરીસા સામે દરરોજ આશરે દસેક મિનિટ હું કાઢતો હોઉં છું, ત્યારની ...Read Moreઆ વાત છે. એ સફેદ વાળને જોઈને આગળ હું વિચારું, કે 'હવે મને કોઇ મોહ નથી રહ્યો યુવાન દેખાતા રહેવામાં', એ પહેલાં મારી નજર વાળથી વિસ્તરીને મારા ખાસ હેન્ડસમ નહીં પણ તોય તરવરાટ ભર્યા લાગતા ચહેરા પર, મારા મધ્યમ બાંધાના સ્ફૂર્તિલા શરીર પર અને ખાસ કરીને પેટ, કે જે સફેદ વાળની જેમ જ હજુ ક્યારેય બહાર આવવાની ગુસ્તાખી નથી કરી Read એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 4 281 969 ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯ "હેલ્લો સર, આપની આજ સુધીની તમામ રચનાઓ મેં વાંચી છે. શરૂઆતની કવિતાઓના પ્રમાણમાં હવે વધુ સરસ લખો છો. મને પોતાને બહુ પ્રેરણા મળે છે આપને વાંચીને. શુભેચ્છાઓ." આવો મેસેજ આવ્યો ફેસબુક પર, મોકલનારનું નામ હતું "ઇન્સ્પિરેશન ...Read Moreલોકો વિચિત્ર વિચિત્ર નામથી પ્રોફાઇલ બનાવતા હોય છે, આ મોકલનાર ભાઇ કે બહેન એ પુરુષ છે કે સ્ત્રી એ જ ના ખબર પડી. મારા માટે કોઇ સાવ અજાણ્યા વ્યક્તિનો આ પહેલો મેસેજ હતો મારી કવિતાઓ માટે. એટલે મનમાં આનંદ આનંદ થઇ ગયો. મેં પરત "આભાર" એવો જ મેસેજ કર્યો, પણ એવી વિજયી લાગણી થઈ કે આજુબાજુમાં કોઇ દેખાય તો ભેટી Read એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 5 263 654 ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ "અમારી જ્ઞાતિમાં એવું જરૂરી નથી કે છોકરો ભણીને કમાતો થાય પછી જ એનું નક્કી થાય. અમારે તો બધાંને મોટે ભાગે પશુપાલનનું કામ હોય, અને જમીન મિલકત પણ ખાસ્સા હોય એટલે અઢારની આસપાસ જ નક્કી કરી દે. ...Read Moreતો હું અને છોડી બન્ને સારું ભણેલા છીએ અને શહેરમાં રહીએ છીએ, એટલે અત્યાર સુધી રાહ જોઈ." મિતુલ દેસાઈ, એટલે કે હું જેને ખાનગીમાં (એટલે કે ડેમી સામે) "ચંગુ-મંગુ" કહેતો હોઉં છું તેમાંનો મંગુ, એની સગાઈમાં આવવા માટે આમંત્રણ પત્રિકા આપતા આપતા એણે આવું કહ્યું. મને બહુ ઈચ્છા થઈ કહેવાની કે, 'અલ્યા! તું ઉતરાયણના દિવસે જે સેટીંગ પાડ્યાનું કહેતો હતો, Read એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 6 277 589 ૨૬ જાન્યુઆરી, ૨૦૧૯ અમુક વાર અમુક અજાણ્યા લોકોને મળીયે અને એ આપણી બહુ જ નજીકની વ્યક્તિ હોય એવું વર્તન કરવા લાગે. મારા જેવા અંતર્મુખીને એ થોડું અજીબ લાગે, અને મોટાભાગના લોકો પણ એવા વ્યક્તિથી થોડું અંતર રાખવાનું જ પસંદ ...Read Moreપણ જો આપણને એ વ્યક્તિમાં થોડો ઘણો રસ પડે કે એનાથી આપણો કોઇ મતલબ નીકળશે એવું લાગે તો આપણે પણ એની આવી "ગેરવાજબી નજદીકી"ને હળવેથી આવકારીયે જ. મારી સાથે પણ એવું થયું અને મેં પણ એવું કર્યું. સંજના મેડમ સાથે આજે પહેલી વખત રૂબરૂ વાત થઈ. બન્યું એવું કે, આજે શનિવાર અને પ્રજાસત્તાક દિવસ પણ છે, એટલે "સાહિત્ય રસિક મંડળ" Read એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 7 250 529 ૨૬ જાન્યુઆરી, ૨૦૧૯ (આગલા પ્રકરણથી ચાલુ દિવસ) "બસ, મારા હસબન્ડના અવસાન પછી હું સાવ એકલી થઇ ગઇ. પિયર પક્ષના દરવાજા તો મારા માટે બંધ જ હતાં. મમ્મી અને પપ્પા બન્નેના મૃત્યુ પણ ટૂંકા ગાળામાં જ થયાં, બન્નેનાં સમાચાર મળ્યાં ...Read Moreહું ગઇ જ હતી. પણ મને ભાઇએ પણ ના આવકારી. સાસરી પક્ષ તરફથી દોલત બેશુમાર મળી ગઈ, પણ એકલતાની ભેટ ચારે તરફથી મળી. હસબન્ડ એક્સિડન્ટમાં ગુજરી ગયા ત્યારે હું માંડ સત્તાવીસ વરસની હતી, ત્યારથી અત્યાર સુધીમાં મને એકાદ બે જણ એવા મળ્યાં કે જેમની સાથે દિલનો સંબંધ હું અનુભવી શકું... પણ અંતે તો જવાબમાં સામે પક્ષે મને સ્વાર્થ જ દેખાયો... Read એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 8 259 600 ૨૭ જાન્યુઆરી, ૨૦૧૯ આજે મિતુલની સગાઈમાં ગયો અને બહુ રસપ્રદ ઘટનાઓ બની. પણ એની પહેલાં સવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો. સંજનાના મર્ડર વિશે મારી ફરીથી પૂછપરછ કરવાની જરુર પડી, એટલે મને બોલાવ્યો. પોલીસ સ્ટેશન પહોંચતા રસ્તામાં હું અવઢવમાં ...Read Moreહતો કે સંજનાની હત્યા થઈ પછી મેં એની સાથે ફરીથી કોફી પીધી એ ઘટના પોલીસને કહેવી કે નહીં. કાલે સાંજે બનેલી ઘટનાઓને કારણે રાતે ઉંઘતાં બે વાગી ગયા હતાં, એટલે સવારે દોડવા નહોતો ગયો. ખાલી ઘરે જ પ્લેન્કસ અને થોડી એક્રોબેટિક એક્સરસાઇઝ કરી લીધી હતી. જમવાનું તો બપોરે મિતુલની સગાઈમાં જ હતું. હું એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં સવારે ૧૦ વાગે, એક Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Pragnesh Nathavat Follow