એકલવ્ય

(28)
  • 3.1k
  • 3
  • 668

વાર્તા-એકલવ્ય લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 લક્ષ્મીપુરા ગામની સી.જે.વિદ્યાલય એટલે જેને ખરેખર દિલ દઇને ભણવું જ છે તેના માટે વરદાન છે.પાંચ વર્ષ પહેલાં આ હાઇસ્કૂલ ને સાયન્સ સેન્ટર મળ્યું એ પછી દર વર્ષે બારમા ધોરણ નું સાયન્સ નું રીઝલ્ટ આખા તાલુકામાં ફર્સ્ટ આવવા લાગ્યું.એકએકથી ચડિયાતા શિક્ષકો થી આ વિદ્યાલય ઉજળું હતું. બારમા ધોરણના ફિઝીક્સ અને મેથ્સના શિક્ષક ડાહ્યાલાલ એટલે એકવાર ભણાવે પછી કોઇ વિદ્યાર્થીને બીજીવાર પૂછવાની જરૂર ના રહે.પણ ડાહ્યાલાલ માસ્તર ની એક કમજોરી હતી પૈસા.તેમના ત્યાં બધા વિદ્યાર્થીઓ ટ્યુશન આવે એવો આગ્રહ રાખે અને ટ્યુશન આવનાર વિદ્યાર્થીઓ ઉપર એમના ચાર હાથ રહેતા.ટ્યુશન નહીં આવનાર વિદ્યાર્થી ઉપર તેઓ સદાય કોપાયમાન રહેતા.