પાંજરુ

(16)
  • 6.5k
  • 1.1k

પાંજરુ“ કાંઈક બોલને અંકિત, કાલે રજાનો દિવસ છે. ચાલને આપણે ક્યાક લોંગ ડ્રાઇવ પર જઈએ. પ્લીસ...”કોમલએ પોતાના પતિને ચાનો કપ આપતી વખતે મીઠી મધુરી સ્માઇલ સાથે કહ્યું.“જો કોમલ, છેલ્લા ઘણા દિવસોથી હું ઓફિસના કામમાં વ્યસ્ત હતો, ખુબ જ કંટળ્યો છું. હું તો કાલે આખો દિવસ આરામ કરતા અને ટીવી જોતાં પસાર કરવા માંગુ છું. તો આપણે ફરવા માટે ફરી ક્યારેક જઈશું. ઓકે?” લેપટોપ પર કામ કરી રહેલ અંકિતે સ્ક્રીન પરથી પોતાનું થોડું અમથુ ધ્યાન હટાવીને કોમલને કહ્યું.“તારી દરેક વખતની એક જ વાત હોય છે, એક જ બહાનું, તું તો ઓફિસના કામમાં વ્યસ્ત થઈ જાય છે પણ અહિયાં હું, હું આખો દિવસ એકલી એકલી કંટાળી જાઉ છું” કોમલએ આંખો અને હોઠની જુગલબંદીથી