જાસૂસ બહેનપણી

(46)
  • 4.6k
  • 1.6k

ઘણી વખત આપણે જ આપણે ગોઠવેલી જાળમાં ફસાઈ જતાં હોઈએ છીએ,સુષ્મા.તમારી સાથે કંઈ એવું જ બન્યું છે.તમે અને કેતવ બંને મહાનગરના બંને અંતિમ છેડે આવેલાં વિસ્તારમાં રહેતાં એકબીજાનથી અજાણ વ્યકતિત્વ હતાં.કેતવ મહાનગરની એક મોટી બિઝનેસ ફર્મનો સી.ઈ.ઓ.હતો અને તમે? તમે, એક અલ્લડ સુંદર છોકરી હતા,સુષ્મા.જેને માત્ર એનો એકનો જ હોય એવા છોકરાની જીવનસાથી તરીકે તલાશ હતી. તમારા માટે કેતવના ઘર તરફથી લગ્ન માટેનો પ્રસ્તાવ આવેલો.બનેલું એવું કે તમારા મામાના છોકરાંનાં લગ્નમાં કેતવની મમ્મી આવેલાં.એમાં એમને કેતવ માટે તમે ગમી ગયેલાં.એમને તપાસ કરતાં તમે કૉમર્સ ગેજ્યુટ હતા.દેખાવે તો સુંદર હતાં જ,સંસ્કારની પણ.કેતવના મમ્મીને સુંદર,સુશીલ અને ભણેલી કન્યા કેતવ માટે જોઈતી હતી.તમે