પ્રણય ચતુષ્કોણ - 15 - છેલ્લો ભાગ

(35)
  • 3.5k
  • 2
  • 1.2k

લાલ ઘરચોળામાં સંગેમરમરની કાયા લઈને પિયા બેઠી છે અગ્નિની સાક્ષીએ સાત ફેરા લેવા માટે રૂપાળા રાજ સાથે. માહી બેઠી છે પિયાની બાજુમાં અને પિયા , માહી અને રાજનું ફેમિલી અને મિત્રો એમ 15 થી 20 જણા હાજર છે અને એક મંદિરમાં લગ્ન થઈ રહ્યા છે. લગ્નથી કોઈના મૂખ પર ખુશી નથી. બધા માત્ર એક ફરજ પુરી કરવા આવ્યા હોય એમ હાજરી પુરાવે છે. બધા રીતરિવાજ પુરા થયા અને કન્યા વિદાયનો સમય આવે છે. સ્મિતા બહેન અને રસિકભાઈ કરતા વધારે વિલાપ રમીલા બહેન અને અશોકભાઈ કરે છે કેમકે પિયા 3 વર્ષ એમની સાથે રહી હતી અને જેને પુત્રવધૂ બનાવી આખી જિંદગી પોતાના