દેવલી - 6

(23)
  • 3.6k
  • 1
  • 1.2k

રાત સૂમસામ હતી છતાં ભયાનકતા પાથરતી હતી.ક્યાંક ઘુવડ,ચિબડીઓ અને શિયાળું મનખા જાત માટે મરણોતલ રોતી હતી.રાત્રિના અંધકારમાં દેવલીનો રૂમ ડીમલાઇટ વડે અંધકારને ચીરવા હવાતિયાં મારતો હતો.પણ, જગત આખાના અંધકાર સામે દીવડાનું જોર કેટલું ? .... મેલી મુરાદનો નરોતમ કલાક પહેલાનો લપાતો છુપાતો કેટલીએ આંખોને માર દઈને દેવલીના ઓરડામાં આવી ભરાઈ ગયો હતો.દોરા-ધાગા,ધૂપ-અગરબત્તી ને કેટલાય મેલા મંત્રોના કવચ લઈને શૈતાની શક્તિની ઉપાસના કરે જતો હતો.દેવલીએ સખીઓને વિદાય આપીને પોતાને વધુ પીઠી ચોરાઈ જતાં ઘેન ચડવાનું બહાનું કાઢીને ઓરડામાં ક્યારનીએ પુરાઈ ગઈ હતી.વહેલું જાગીને તૈયાર થવાનું હોવાથી તેની ઊંઘમાં ખલેલ ના પડે એ માટે બાર વાગ્યે ખુદ