DEVALI book and story is written by Ashuman Sai Yogi Ravaldev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. DEVALI is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દેવલી - Novels
by Ashuman Sai Yogi Ravaldev
in
Gujarati Fiction Stories
ના હો દેવલી તું નાહકની ચિંત્યા કરે છે.તારો જન્મારો આખોય લીલોતરી સમો છે.આ તો જીવતર કેવાય..... અને હાલનું જીવતર એટલે દીઠાનુ ઝેર......રાજાના ઠાઠ સમો ઠાઠ સૌને જોઈએ છે પણ, ગરીબોના ઘરનું તો દૂરથીએ અજવાળું નથી જોઈતું...!..ભલે તેનું ખોરડું લીંપ્યુ ગૂંપ્યુ હોય ને જાહોજલાલી અને તેને સાત પેઢીનોએ રિશ્તો ના હોય.પણ,નાતમાં સઘળેય તેનું ખોરડું ગુણોથી ગવાયેલ મહેલ છે.ખોરડાનો હર જણ એટલે લોકોના વિચારોમાં જાણે રામનો અવતાર..! હવે તુંજ કેહ કે આમાં તને ક્યાંય પણ ઝેરનો ઘુંટડોય દીઠે છે. પરષોત્તમ પોતાની વહાલી વચલી દીકરી દેવલીને તેના માટે માંગું આવેલ તે કાનજીની ગરીબીના વખાણ કરીને હા ,ભણાવવા મથતો હતો.
ના હો દેવલી તું નાહકની ચિંત્યા કરે છે.તારો જન્મારો આખોય લીલોતરી સમો છે.આ તો જીવતર કેવાય..... અને હાલનું જીવતર એટલે દીઠાનુ ઝેર......રાજાના ઠાઠ સમો ઠાઠ સૌને જોઈએ છે પણ, ગરીબોના ઘરનું તો દૂરથીએ અજવાળું નથી જોઈતું...!..ભલે તેનું ખોરડું લીંપ્યુ ...Read Moreહોય ને જાહોજલાલી અને તેને સાત પેઢીનોએ રિશ્તો ના હોય.પણ,નાતમાં સઘળેય તેનું ખોરડું ગુણોથી ગવાયેલ મહેલ છે.ખોરડાનો હર જણ એટલે લોકોના વિચારોમાં જાણે રામનો અવતાર..! હવે તુંજ કેહ કે આમાં તને ક્યાંય પણ ઝેરનો ઘુંટડોય દીઠે છે. પરષોત્તમ પોતાની વહાલી વચલી દીકરી દેવલીને તેના માટે માંગું આવેલ તે કાનજીની ગરીબીના વખાણ કરીને હા ,ભણાવવા મથતો હતો.
લગ્નની પ્રથમરાત્રીના શમણાં જોતો કાનજી રડી રડીને સાવ નીતરાઈ ગયો હતો .મોયરાનાં મીંઢળ લાલ રંગથી શોણિતને ધ્રુજવી રહ્યા હતા.ચારેકોરનો ઉમંગ ને ઉત્સાહ માતમમાં પથરાઇ ગયો હતો.માંડવાની ઝૂલ ફર –ફરતી ભેંકાર ભાસતી હતી.પરોઢનો સૂરજ ત્રાહિમામ થઈને ઉગ્યો હોય તેમ આગ ...Read Moreકિરણો નાખી રહ્યો હતો. પુરષોતમની પાઘડી લોહીથી ખરડાઈને દીકરીના શોણિતને કાળું ડીબાંગ દેખાડતી હતી.માં વિના ઉછરીને મોટી કરેલી અને પરણાવવાના કોડ જોયેલા; અરે હજુ ગઈકાલે સાંજનાજ દીકરીને પીરસતી જોઈને પુરષોતમની આંખો ભીની થઇ ગઈ હતી અને એક જવાબદારી સમુસુતરી પાર પડે અને પોતાના અભરખા દેવલીને સારા ઘરની પણીહારણ બનાવવાના પુરા થશે.આવતી કાલે તે વિચારો માત્રથી તે કેટલો હરખના આંસુડા થી
કોલેજના ગેટ પર બધાની નજર ચોટી છે.જોઈ રહેલ હર યુવાનને સૌથી પહેલા અનિમેષ નજરે તે માદકતું રૂપ પી લેવું છે.એ રૂપ રોજ આ કામણગારી આંખો પીવે છે છતાં તૃપ્ત નથી થતી.તે રૂપની માદકતાજ એવી છે કે તેના એક લચકામાં ...Read Moreચંપો ને મોગરો પણ પોતાની ખુશ્બૂ છોડી ઇર્ષાથી કરમાઈ જાય છે.કોલેજના બાગની સઘળી સુગંધ ક્યાય ઓસરી જાય છે ને તે રૂપ પ્રવેશે ત્યારે આખા જગતની સુવાસ જાણે તેના કનેથી પ્રસરતી હોય તેવી ચારેકોર ફેલાઈ જાય છે. ઝીરો ફિગરની કમર લચકતી ના હોય છતાંય લટકા લેતી હોય તેવી, સ્પોર્ટ્સ tights ટાઈપનું ટોપ અને સ્કર્ટ તેના મખમલી બદનને
તલપ અને દેવલની એન્ટ્રી થઈ.કોલેજમાં રોજ બૂમો નાખી દેવલની જાણ કરતા લોકો ઉદાસ થઈ ગયા હતા.આજે તેમને મેહેસૂસ થયું કે,ના દેવલ તો રોમિલથીજ શોભે છે.અત્યાર સુધી લોકો દેવલનેજ કોલેજની રોનક માનતા હતા પણ, પહેલીવાર આખી કોલેજને ખ્યાલ આવ્યો કે ...Read Moreઅજવાળું તો રોમિલના પ્રકાશથીજ પ્રસરે છે.આજ પહેલીવાર આખી કોલેજને રોમિલનો ખાલીપો લાગતો હતો. હર યૌવન ઉદાસીથી મઢાઈ ગયું હતું.ચહેરાની રોનક અને હોઠ પરની મુસકાન ક્યાં ગાયબ થઈ ગઈ હતી. પણ, આ બધી ઉદાસીને વિચારો વચ્ચે સૌના હોઠે એકજ સવાલ રમતો હતો કે , રોમિલ ક્યાં ?........આટલા વરસની રોજની જોડીમાંથી એક પારેવડુ
..હા..... દેવલ એજ દેવલી હતી.ઊંચેરા સપના લઈને ગામડામાં જન્મી હતી દેવલી.... અનોખી પરંપરામાં જીવતું હતું તે ગામડું...રૂઢિવાદી પરંપરાઓ જે એકેય શાસ્ત્રોમાં નથી તેને આગળ ધરીને આ ગામ અસહ્ય અને અશક્ય કહી શકાય તેવા રિવાજો ને ફતવાઓ માં જીવતું હતું.ટીવીઓમાં ...Read Moreઆધુનિકતાના લિબાસ પહેરેલી સુંદરીઓ જોવી હતી અને રાત્રે સપનામાં તેની સાથે વિહરીને રજાઈઓ લીસી કરવી હતી.પણ,.. પણ,.. પોતાની કે ગામની...કોઈ દીકરી,વહુ કે બૈયરું આ આધુનિકતાનો પડછાયો માત્ર ઓઢે તોય હલબલાવી નાખે એવા ક્રૂર કુરિવાજો ઓઢાડીને ઠાર સુવડાવી દેતા... ....અને આવોજ એક કુરિવાજ હતો છોકરીના શિક્ષણના અધીકારને હણતો કાયદો... ગ્રામ પંચાયત હતી પણ, જાણે, ખાપ