માથાભારે નાથો - 36

(68)
  • 4.9k
  • 6
  • 1.7k

માથાભારે નાથો (36) "આવ ભીમા,આવ. બોલ્ય, શું પીવું સે ? સા કે ઠંડુ ? આજ તારી ઉપર બહુ પ્રેમ ઉભરાણો છે... તેં માલામાલ કરી દીધાં. નરશી માધા તો રોડ ઉપર જ આવી ગયો હમજને ! " રામા ભરવાડે ભીમાનું, તબેલામાં સ્વાગત કરતા કહ્યું.ભીમો, રામાના મીઠા બોલ સાંભળી ફુલાયો..."ઈ તો ભાયડાના ભડાકા જ હોય..હવે તમે જોવો.. ઇનીમાને પસાસ ઘંટીનું કારખાનું ઠોકી દેવું સે. ઓલ્યા ગોધિયાને જ મેનેજર રાખવો સે. આમ જોવો, રામાભાઈ તમે મુંજાતા નહીં.. તમારા લાયક કામ પણ હું તમને ગોતી દશ..તમારે હવે કોકની બાકિયું વસુલ કરવાનો ધંધો પણ મૂકી દેવાનો સે..આપડા કારખાને ગુરખાની જરૂર પડશે..ઇનીમાને કોયને માલીપા આવવા નઈ