કીટલીથી કેફે સુધી... - 17

  • 2.6k
  • 906

કીટલીથી કેફે સુધીઆનંદ(17)“સાત વાગે “હેરીટેજ વોલ્ક” ચાલુ થાય છે. તારે આવુ હોય તો ઉઠજે નકર હુ એકલો નીકળી જઇશ.” મે દેવલાની ચાદર ખેંચી.“એલા થોડીકવાર સુવા દેને...” અડધી આંખ ખોલીને ચાદર પાછી ખેંચી.સવારના સાડા-પાંચ થયા છે. “કબીરસીંઘ” જોવા ન ગયા. એના બદલે ગુજ્જુભાઇનુ ગુજરાતી “મુવી” જોયુ. જાગતા જગાઇ ગયુ. હવે મારુ હાથ પગ અને માથુ ફાટે છે. દેવલા હારે મગજમારી કરીને એમ થાય કે “હાલને હુ ય જાવાનુ માંડી વારુ...” મારા જેવા મગજથી જ કોરા માણસને ફરવાથી કે નવી જગ્યા એ જવાથી શુ ફરક પડે. મને કાયમ મારી અંદર કાઇ ખુટતુ લાગ્યુ છે. કોઇ છોકરી સાથે કેમ વાત કરવી એ ખબર નથી