ઝાંપો ઉદાસ છે.. - 3

  • 2.4k
  • 877

બસ થોડી જ પળોમાં સૂર્યાસ્ત થવાનો હતો. રાતો -નારંગી સૂરજ જરીક શ્રમિત લાગતો હતો. છતાં કર્તવ્યપાલનના સંતોષ અને ગૌરવ સાથે અસ્ત થઇ રહ્યો હતો. સમી સાંજે માળામાં પાછાં ફરી રહેલ પંખીઓની ઉડાઉડ ને એમનો કલરવ બધે મધુરતા ફેલાવી રહ્યો હતો. ભૂરા આકાશમાં સૂર્ય ડુબતાની સાથે જ આછાં તારાઓ ટમટમવાની હોડમાં લાગી ગયા. ચંદ્ર પણ આળશ મરડીને પોતાનું તેજ પાથરવા માટે ઉભો થયો. હળવુંક મલકીને તેજ પાથર્યું તો સારા જગમાં ખુશનુમા છવાય ગઈ. નિશાના આવા અદ્ભૂત આગમનથી કોઈ અજબ પ્રાકૃતિક સંગીત વાતાવરણમાં દૂર દૂર સુધી ફેલાઈ ગયું. આવું વાતાવરણ રીનાને ખૂબ પ્રિય હતું...